સુવીચારો
પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.
મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે_ સહાનુભૂતિપૂર્ણ પત્ની !
કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.
સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.
દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.
કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.
શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.
આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.
મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ.
ઘીરુભાઇ અંબાણીના સુવાકયો
મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી
આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે
આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ
નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી
જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે
તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો
યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે
સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે
સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું
ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે
લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય
કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ
તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે
દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી કોઈ મુર્ખામી નથી. ભુલવું એ પણ કળા છે.
ભુલવા જેવી ઘટનાઓને ભુલતા શીખો ને જીવનમાં ઉતારવા જેવા પ્રસંગોને હૃદયમાં સંઘરતાં શીખો.
પ્રવૃત્તિની કિંમત તે નાની કે મોટી છે તે પરથી અંકાતી નથી. નાનામાં નાનું કાર્ય કેટલી યોગ્ય બુદ્ધિથી થયું તેના પર જ તેની આંકણી થાય છે.
મારાપણામાં મમત્વ છે. તે જ માણસને પાડે છે. જગતના બધા કલહોના મૂળમાં મારાપણાનો મોહ છે. જેણે મમત્વ જીત્યું તેણે જગ જીત્યું. જગતની કોઈ ચીજ નથી મારી કે તારી. આટલું સમજાય તો જગત બદલાઈ જાય.
ઉપરથી ઈશ્વરની અપાર દયા વરસી રહી છે. એ કૃપાની જો મુઠી વાળી દઈશું તો ઉપરવાળો પણ મુઠી વાળી દેશે. વરસતી કૃપાનો હથેળીને સ્પર્શ થાય ન થાય ત્યાં જ એને વહાવી દો. જેમ વહેંચતા જઈશું તેમ વધારે ને વધારે કૃપા વરસતી જશે.
પોતે ખરેખર જેટલા સારા હોય તેટલા દેખાવાની હિંમત બહુ થોડા લોકોમાં જ હોય છે.
ઓછો બોલવાનો સ્વભાવ સારો છે, પરંતુ જાણીબૂઝીને કશું જ નહિ બોલો તો તમારા વિશે અનેક પ્રકારની ગેરસમજ પ્રેરાશે.
મોટાભાગના લોકો બીજા પર પોતાના દોષનો ટોપલો ઢોળી પોતાને નિર્દોષ સાબિત કરવા ટેવાયેલા હોય છે.
કોઈના વખાણ કરી ના શકતા હો તો કશો વાંધો નહિ, બીજાનાં વખાણ સાંભળી શકો તો યે ઘણું છે.
જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો અને જેવો સવાલ તેવો તેને જવાબ.
મિત્રોની ટીકા ખાનગીમાં કરો, જાહેરમાં તેની પ્રશંસા કરો.
જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.
મકાન મનુષ્યના હાથ વડે બંધાય છે, પણ ઘર મનુષ્યના હૃદય વડે બંધાય છે.
જે માણસ ખરેખર જાણે છે, તે બૂમો પાડતો નથી.
જે ચીજની જરૂર ન હોય તે કરોડોની હોય તો પણ કોડીની બની જાય છે. જરૂર પડતાં ધૂળ પણ કિંમતી બની જાય છે.
વેઠથી માણસ થાકે છે. કામના કલાકો ઘટાડવા એ ઉપાય નથી. કામનું કળામાં, સૌંદર્ય સર્જનમાં રૂપાંતર થતાં કામ આનંદ બની જાય છે.
જે કામ તમે જાતે કરી શકો તે બીજાને સોંપો નહિ.
સગો જેમ નજીકનો તેમ વિશેષ ભયરૂપ.
કોઈ ગુલામીથી કમજોર બનતું નથી, પણ જે કમજોર હોય છે તે ગુલામ બને છે.
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈક ને કંઈક શિખામણ આપે છે.
સ્વધર્મને શોધવા જવો પડતો નથી. જે કાર્ય સામે આવીને ઉભું રહે તેને પ્રેમભાવે કરો. ફૂલ છોડને પાણી પાવું શું ચેતનાને અભિષેક નથી ?
મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.
સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતા તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસ આપને તે કામ કરવાની તાકાત આપે છે.
આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.
જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે.
જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.
મોટા લોકોની પ્રશંસાથી આપણો આત્મવિશ્વાસ વધુ દૃઢ થાય છે.
આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.
પોતાના પર અસીમ વિશ્વાસ સ્થાપિત કરવો અને એકલા બેસીને અંત:કરણનો અવાજ સાંભળવો તે વીરપુરુષનું કામ છે.
જેને પોતાની પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.
પોતાનું કેન્દ્ર બહાર ન રાખો તે તમારું પતન કરશે. પોતાનામાં પૂર્ણ વિશ્વાસ રાખો અને પોતાના કેન્દ્ર પરથી કામ કરતા રહો, કોઈ વસ્તુ તમને હેરાન કરશે નહીં.
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી.
જો આપનામાં આત્મવિશ્વાસ નથી તો આપ જીવનમાં હંમેશા અસફળ જ રહેશો પણ જો આપનામાં આત્મવિશ્વાસ હશે તો કામને શરુ કર્યા પહેલા જ આપ સફળ હશો.
ઘણી વાર વ્યક્તિના અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ બની જાય છે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.
ગુજરાતી સુવાકયો
જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.
શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.
વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.
સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.
ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.
આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.
તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.
કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.
દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.
ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.
પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.
પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.
સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.
તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી.
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે.
સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે.
જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે.
આજે ભણવાનું સૌ કોઈ જાણે છે પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.
જે બીજાને આશરે રહેશે કોઈને કોઈ રીતે અપમાન થશે જ.
ઓળખાણ બધાની સાથે રાખી શકાય, પણ દોસ્તી તો થોડાકની સાથે જ થાય.
લોકપ્રિયતા એ છે જે માનવીના અવસાન પછી પણ એને જીવતો રાખે છે.
તમે તમારા દેશને ચાહો, પણ પૂજા તો સત્યની કરો.
તમે ન બોલો, તમારા કામને બોલવા દો.
માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે.
સાવધાન રહેવાથી દુર્ભાગ્ય ચાલ્યું જાય છે.
No comments:
Post a Comment