હેડકી
સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.
નાળિયેરના છેડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
ગાજર પીસીને સૂંઘવાથી હેડકી બંધ થાય છે.
તુલસીનો રસ 10 ગ્રામ અને મધ 5 ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
દૂધમાં સૂંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
સરગવાના પાનનો પીવાથી હેડકી બંધ થાય છે.
હેડકીના રોગીને ઠંડી ચીજવસ્તુ, ફ્રીઝ-કોલ્ડ વસ્તુ, ઠંડા પીણા, વાસી કંઈ ન આપવું.
એકવાર ગરમ અને એકવાર ઠંડું દૂધ વારાફરતી મધ અને ખાંડ નાખેલું પીવા આપવું અને તેનાથી નસ્ય કરવું.
વિરેચન દ્રવ્યો યુક્ત ઘી પીવાથી તરત હેડકી બંધ થાય છે.
દશમૂળનો કવાથ, હિંગ્વાદી ચૂર્ણ આપવાથી હેડકી બંધ થાય છે.
આમળાના રસમાં મધ અને પીપરનું ચૂર્ણ નાખી ચાટવાથી હેડકી બંધ થાય છે.
મયુરપિચ્છ ભસ્મ જરાક જેટલી મધમાં ચાટવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરના પીંછા અથવા લીંબુના છોતરા બાળીને બનાવેલી ભસ્મ પાણી સાથે લેવી.
બોરડીની છાલ અને લવિંગ વાટી મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
બીજોરું અને સાકર મધ કે ઘી સાથે ખાવાથી હેડકી બંધ થાય છે.
ખડસલીયાની ડુંડીનું ચૂર્ણ પાણીમાં વાટીને પીવાથી હેડકી બંધ થાય છે.
અશેળીયો પાણીમાં પલાળી પીવાથી હેડકી બંધ થાય છે.
અધેડાના રસમાં આદુ અને મધ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
નગડના બી અને પીપરના કાઢામાં શેકેલી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
કાંકચીયા પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી હેડકીમાં રાહત થાય છે.
મોરપીંછના ચાંદલાની ભસ્મ તથા લીંડીપીપર મધમાં ચાટવાથી તાવ સંબંધી હેડકી ને ઉલટી મટે.
બીજોરાનો રસ, સિંધવ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
જેઠીમધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી હેડકી બંધ થાય છે.
સરગવાનું મૂળ ગાયની છાશમાં ઘસી હિંગ નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
આમળા, પીપર, સૂંઠનો કાઢો સાકર નાખી પીવાથી હેડકી બંધ થાય છે.
ખીલ
તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.
નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી - લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે.
પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે.
મૂળાના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે.
ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી. ૧૫-૨૦ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણી થી ધોઈ નાખવું અને જળ ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાવવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા પર ચોપડીને થોડા સુકાયા બાદ લીમડાના પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.
કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીમાં મો ધોવાથી ખીલ મટે છે.
છાસ વડે મો ધોવાથી ખીલના ડાઘા, મો પરની કાળાશ દુર થાય છે.
તીખો, ખારો, ખાટો, વાસી વિરુદ્ધ આહાર બંધ કરવો. પાણી લીલા શાકભાજી અને ફળ લેવાથી ખીલમાં રાહત થાય છે.
ત્રિફલા ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર હુફાળા પાણી સાથે લેવાથી ખીલ મટે છે.
રક્તશોધક દવા લેવી. જેમકે મંજીષ્ઠાદી કવાથ લેવાથી ખીલ મટે છે.
અર્જુન છાલ ચૂર્ણ અથવા જાયફળ પાણીમાં ઘસીને લેવાથી ખીલ મટે છે.
સાદો, ગરમ માપસર પથ્ય આહાર લેવાથી ખીલ મટે છે.
૫થરી
પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.કાંદાના 20 ગ્રામ રસમાં 50 ગ્રામ ખાંડેલી મિસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મૂત્ર દ્વારા નીકળી જાય છે.ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરીનો ચૂરો થઇ પેશાબ વાતે નીકળી જાય છે.બડી દૂધ ( દૂધેલી )નાં પાન પાંચ તોલા તથા મેંદીના પાન પાંચ તોલા લઇ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલો ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થયા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહીં. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઇ પેશાબ વાટે બહાર આવશે.ગોખરુંનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટે છે.કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટે છે.મેદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરી ની પીડા માં રાહત થાય છે.લીંબુના રસમાં સિંઘવ-મીઠું મેળવીને ઉભાં ઉભાં પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાસમાં સિંઘવ-મીઠું નાખીને ઉભાં ઉભાં રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.મૂળાના પાનનો રસ કાઢી, તેમાં સુરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.મૂળાના બી ચાર તોલા લઇ અર્ધો શેર પાણીમાં ઉકાળવા, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.ત્રિફળા, ધાણા, ગોખરું, કમળકાકડીના બી, ગરમાળો અને ગળોના ઉકાળામાં મધ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.શીતલપર્પટી જળ સાથે અલ્પમાત્રામાં લેવાથી પથરી ઓગળી જાય છે.કુંવારનો રસ હળદર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.અધેડાના ફળ ગોળમાં ખાવાથી પથરી ઓગળી જાય છે.કોળાના રસમાં જવખાર અને ગોળ નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.શિલાજીત, અરડૂસીના પાન, જવખાર, પાષાણભેદ, નગોડના પાન, એરંડીના મૂળ તો - 5-5 લઇ ચૂર્ણ કરી 14 ભાગ કરવા. રોજ એક ભાગ ઉકાળી તેમાં એરંડિયું તેલ તો - 2 નાખી 14 દિવસ સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.વાયવરણાની છાલના ઉકાળામાં જવખાર નાખી પીવાથી પથરી ઓગળી જાય છે.સાટોડીના મૂળિયાં તો - 2નો ક્વાથ જવખાર નાખીને પીવાથી પથરી ઓગળી જાય છે.ગોખરું, પાષાણભેદ, વાયવરણાની છાલ, કાકડીના મીંજ, સુખડ, ચણકબાબનું ચૂર્ણ લેવાથી પથરી ઓગળી જાય છે.



No comments:
Post a Comment